Grade 5 Gujarati (Ab initio level) Homework

Grade 5 Gujarati (Ab initio level) Homework

(Homework)ગૃહકાર્ય:  

 

નીચે આપેલ  વાર્તા વાંચો. વર્ગમાં શિક્ષિકા  વિદ્યાર્થીઓ સાથે  વાર્તાની  ચર્ચા કરશે.

(नीचे दी गई कहानी पढ़ो  | कक्षा में शिक्षिका विद्यार्थियों के साथ  कहानी  के  बारे में चर्चा करेंगी  |)

વાર્તા – અકબર બીરબલની વાર્તા – ઉંટની ગરદન વાંકી કેમ ?

એક દિવસ અકબરે દરબારમાં ખુશ થઈને બિરબલને કંઈક પુરસ્કાર આપવાની ઘોષણા કરી. પરંતુ  ઘણાં દિવસો પસાર થઈ ગયાં બાદ પણ બિરબલને ધનની રકમ (પુરસ્કાર) ન મળી. બિરબલ ખૂબ જ મુંઝવણમાં હતો કે બાદશાહને આ વાત કેવી રીતે યાદ અપાવવી?

એક દિવસ મહારાજા અકબર યમુના નદીના કિનારે સાંજે ફરી રહ્યાં હતાં. બિરબલ પણ તેમની સાથે હતાં. અકબરે ત્યાં એક ઊંટને ફરતું જોયું. અકબરે બિરબલને પુછ્યું, ઊંટની ગરદન વળેલી કેમ હોય છે?

બિરબલે વિચાર્યું મહારાજને તેમનો વાયદો યાદ અપાવવાનો આ યોગ્ય સમય છે. બીરબલે કહ્યું, મહારાજ આ ઊંટ કોઈની સાથે વાયદો કરીને ભૂલી ગયું છે, જેના લીધે ઊંટની ગરદન વળી ગઈ છે. મહારાજ, કહેવાય છે કે જે કોઈ પણ વાયદો કરીને ભુલી જાય છે ભગવાન તેની ગરદન આ ઊંટની જેમ વાળી દે છે.

ત્યારે અકબરને યાદ આવે છે કે, તેમણે પણ બિરબલને એક વાયદો કર્યો હતો અને ભૂલી ગયાં છે. તેમણે બિરબલને ઝડપથી મહેલમાં ચાલવા માટે કહ્યું. અને મહેલમાં પહોચતાંની સાથે જ તેમણે બિરબલને તેની પુરસ્કારની રકમ સોંપી દીધી. અકબરે બીરબલને  કહ્યું કે, બિરબલ તે હોશિયારીથી તારું પુરસ્કાર મેળવી લીધું.

Comments are closed.