Grade 6 Gujarati (Standard level) Homework, Date – 19/7/2017 (Cycle – 5)

Grade 6 Gujarati (Standard level) Homework, Date – 19/7/2017 (Cycle – 5)

ગૃહકાર્ય (Homework)

 

નીચે આપેલી કવિતાનું વાંચન કરો અને કવિતામાં  કવિએ(Poet) દરિયાકિનારે શા માટે જવું છે તે ૬- ૭ લાઈનમાં ગુજરાતીની નોટબુકમાં લખો.

Homework title – મા મને સાગર કિનારે લઈ જા.

 

મા મને સાગર કિનારે લઈ જા.
મોજાની મસ્તી માણવી છે મારે,
કિનારે બેસી રેતમાં ઘર બનાવું છે મારે..મા મને સાગર કિનારે લઈ જા.

પાણીમાં છબ છબીયા કરવા છે મારે,
લહેરાતા પવનમાં કાઈટ ઉડાવી છે મારે..મા મને સાગર કિનારે લઈ જા.

ચી,ચી કરતાં સિગુલને ખવડાવવું છે મારે,
છીપલા વીણી વીણી ઘર લાવવા છે મારે…મા મને સાગર કિનારે લઈ જા.

ફેલકનની લાંબી ચાચો નિહાળવી છે મારે,
રંગ-બેરંગી ફીશને પકડવી છે મારે…મા મને સાગર કિનારે લઈ જા.

છીપલાઓ જાત જાતના ભેગાં કરવા છે મારે,
બૉટમાં બેસીને હલેસા મારવા છે મારે…મા મને સાગર કિનારે લઈ જા.

દિવસ આખો રહીને પિકનિક માણવી છે મારે,
સાંજે કિનારે બેસી સૂર્યને ડુબતો જોવો છે મારે,મા મને સાગર કિનારે લઈ જા.

 

Comments are closed.