Grade – 6 : Gujarati Homework (Ab – initio level) Cycle – 6 (Date : 25/07/2018)

Grade – 6 : Gujarati Homework (Ab – initio level) Cycle – 6 (Date : 25/07/2018)

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલ વાર્તા – “અકબર બિરબલ”નું વાંચન કરો અને આપેલા પ્રશ્નોના જવાબ એક – બે વાક્યમાં ગુજરાતી નોટબુકમાં લખો. (નોટબુકમાં પ્રશ્નો લખવા જરૂરી છે)

नीचे दी गई कहानी का वाचन करें और दिए गये प्रश्नों के उत्तर एक – दो वाक्य में गुजराती की नोटबुक में लिखें | ( प्रश्न नोटबुक में आवश्यक रूप से लिखें ।)

એક દિવસ અકબર ,તેના બે દિકરાઓ અને બિરબલ સાથે નદીએ સ્નાન કરવા ગયા.
ત્યાં અકબર અને તેના બંને દિકરાઓએ કપડાં ઉતારી બિરબલને સાચવાવા આપ્યા અને તેઓ નદીમાં સ્નાન કરવા ચાલ્યા ગયા. બિરબલ તેઓ નદીમાંથી બહાર આવે તેની રાહ જોઈને ઉભો હતો.અકબર અને તેના દીકરાઓના કપડા બિરબલના ખભા પર હતા.જ્યારે તેઓ સ્નાન કરીને બહાર નીકળ્યા ત્યારે તેમણે બિરબલને ખભા પર કપડા લઈને ઉભેલો જોયો.આથી અકબરને મજાક કરવાનુ મન થયું.તે બોલ્યો;”બિરબલ તું જાણે ધોબીના ગધેડાની જેમ ભાર ઉચકીને ઉભો હોય તેવું લાગે છે.” હાજર જવાબી બિરબલ તરત જ બોલ્યો; “જહાંપનાહ,ધોબીનો ગધેડો તો એક જ ગધેડાનો ભાર ઉચકે……..મેં તો ત્રણ ગધેડાનો ભાર ઉચક્યો છે.”અકબર તેનો જવાબ સાંભળીને ચૂપ જ થઈ ગયો..

પ્રશ્નો :

૧) બિરબલ કોના કપડા સાચવતો હતો ?
૨) હાજર જવાબી બિરબલે અકબરના મજાકનો શું જવાબ આપ્યો ?

Comments are closed.