“Grade – 6 : Gujarati (Ab – initio level) Homework (Cycle – 14) Date – 10/10/2018”
ગૃહકાર્ય ( गृहकार्य ) :
“નીચે આપેલી વાર્તા “પાણી પહેલા પાળ બાંધો” વાંચો અને વાર્તા ને સંબંધિત પ્રશ્નો ના જવાબ લખો.
સવાલ લખવા જરૂરી છે.
नीचे दी गई कहानी “પાણી પહેલા પાળ બાંધો” पढ़ें और कहानी से संबंधित प्रश्नों के उत्तर लिखें |
सवाल लिखने जरूरी हैं |
વાર્તા – “પાણી પહેલા પાળ બાંધો”
એક જંગલમાં ડુક્કર (Pig) રહે. એક વાર તેને સરસ ભોજન મળ્યું. ભોજન કરી લીધું પછી નવરું પડયું એટલે ઝાડના થડ પર દાંત ઘસવા લાગ્યું. એટલામાં એક શિયાળ ત્યાંથી પસાર થયું. તેણે આ જોયું એટલે તેણે પૂછયું, ‘અરે ડુક્કર, તું અત્યારે દાંત કેમ ઘસે છે?’ શિયાળની વાત સાંભળી ડુક્કર કહે, ‘કોઈ આક્રમણ કરે તો બચાવ માટે દાંત અણીદાર બનાવું છું. આ સાંભળીને શિયાળને નવાઈ લાગી. તેણે કહ્યું, ‘પણ અત્યારે કોણ આક્રમણ કરવાનું છે? કોઈ શિકારી તો જંગલમાં છે નહીં.’ ડુક્કર શિયાળની વાત સાંભળી હસવા લાગ્યું. તેણે કહ્યું, ‘તારી વાત તો સાચી છે. અત્યારે તો કોઈ શિકારી નથી. પણ તે ક્યારે આવી પહોંચે તેની આપણને કંઈ ખબર છે? એ આવે ત્યારે દાંત ઘસવા થોડું બેસાય! અત્યારે નવરાશ છે. અત્યારે ઘસી રાખ્યા હોય તો તે વખતે કામ લાગે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. પહેલાંથી ચેતતાં રહેવું સારું.’ આમ કહી તે પાછું દાંત અણીદાર કરવા લાગ્યું. ડુક્કરને શાબાશી આપી. શિયાળ આગળ જતું રહ્યું. મિત્રો વાર્તાનો બોધ એ છે કે નવરાશના સમયમાં જ ભવિષ્યની સજ્જતા કેળવવી જોઈએ.”
પ્રશ્નો,
૧) આ વાર્તા માં ક્યાં Leaarner profile \ Attitude નો ઉપયોગ થયો છે ?
૨) આ વાર્તા નું પાત્ર (Character) = “ડુક્કર” (Pig) કઈ Habit નું પાલન કરે છે ?
૩) આ વાર્તા માંથી તમને શું નવું શીખવા મળ્યું ?