Grade – 6 Gujarati (Standard level) Homework (Cycle – 17) Date – 28/11/2018
નીચે આપેલા પ્રશ્નો વાંચી આપેલ વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરી નોટબુકમાં લખો. (પ્રશ્નો નોટબુકમાં લખવા જરૂરી છે.)
1) “આંખ ફાટી જવી” રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?
1) મૃત્યુ પામવું
2) બેભાન થવું
3) આશ્ચર્યચકિત થવું
4) પ્રભાવિત થવું
2) “ભેંસ આગળ ભાગવત” નો અર્થ શું થાય ?
1) નકામો ઉપદેશ આપવો
2) ભેંસ સમજતી નથી
3) ભેંસ અભણ છે
4) ભેંસને શિક્ષણ આપવું
3) નીચેનામાંથી વિશેષણ કયું છે ?
1)શરૂઆત
2) ભોળું
3) માણસ
4) પુસ્તક
4) નીચેનામાંથી કયો વિકલ્પ “આકાશ” શબ્દનો સમાનાર્થી નથી?
1) નભ
2) અંબર
3) ગગન
4) પાતાળ
5) નીચેના વિકલ્પમાંથી સાચી જોડણી કઈ છે ?
1) અતિથી
2) અતીથી
3) અતિથિ
4) અદિતિ
6) “આંખ આડા કાન કરવા” – રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.
1) વાતને ધ્યાનમાં ન લેવી
2) વાતને ધ્યાનમાં લેવી
3) વાત ભૂલી જવી
4) વાત બીજાના કાનમાં કહેવી
7) “બિલાડીના ગળે ઘંટ બાંધવો” – એટલે શું ?
1) બિલાડીને દૂધ પીવડાવવું
2) સરળ કામ હાથમાં લેવું
3) મુશ્કેલ કાર્ય પાર પડવું
4) બિલાડીના ગળામાં નાની ઘંટડી બાંધવી