Browsed by
Day: April 17, 2019

Grade – 5 Gujarati (Standard level) Homework (Cycle – 33) Date – 17/04/2019

Grade – 5 Gujarati (Standard level) Homework (Cycle – 33) Date – 17/04/2019

નીચે આપેલી વાર્તા – “રાજા સિદ્ધાર્થ” નું વાંચન કરો. વાર્તામાં આવતા મુખ્ય પાત્ર “રાજા સિદ્ધાર્થ” વિશે ચાર – પાંચ વાક્ય નોટબુકમાં લખો.

વર્ષો જૂની વાત છે. કપિલવસ્તુ નામની એક નગરીમાં શુદ્ધોધન નામે રાજા હતા. તેની રાણીનું નામ માયાદેવી હતું. આ રાજા-રાણીને એક પુત્ર હતો. તેનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થ બાળપણમાં ઘણા દયાળુ સ્વભાવનો હતો.

એક વાર બગીચામાં બધા રાજકુમાર ફરતાં હતાં ત્યારે આકાશમાં હંસોનું ટોળું નીકળ્યું. હંસોને જોઈને દેવદત્ત નામના રાજકુમારે તીર છોડ્યું. એક હંસની પાંખમાં તીર વાગ્યું અને તે નીચે સિદ્ધાર્થના પગ પાસે આવી પડ્યો. સિદ્ધાર્થે હંસની પાંખમાંથી તીર ખેંચી કાઢ્યું અને હંસને પંપાળ્યો. તેનો ઘા સાફ કરી પાટો બાંધ્યો. હંસ બચી ગયો.

થોડી વાર પછી દેવદત્ત સિદ્ધાર્થ પાસે આવ્યો ને બોલ્યો, હંસ મારો છે. તે મને આપી દે. સિદ્ધાર્થે કહ્યું, હંસ તને નહીં આપું. બંને રાજા પાસે ન્યાય કરાવવા ગયા. રાજાએ સિદ્ધાર્થને કહ્યું, હંસનો શિકાર દેવદત્તે કર્યો છે માટે હંસ દેવદત્તને આપી દે. સિદ્ધાર્થે જવાબ આપ્યો, દેવદત્તે હંસને માર્યો છે જ્યારે મેં હંસને બચાવ્યો છે. હવે આપ ન્યાય કરો. હંસ મારનારનો કહેવાય કે બચાવનારનો?
રાજા સિદ્ધાર્થની વાત સાંભળી ખુશ થયા. રાજાએ કહ્યું, સિદ્ધાર્થ! હંસ તું રાખી લે. તે તારો છે કેમ કે મારનાર કરતાં જિવાડનાર હંમેશા ચડિયાતો લેખાય. આ રાજકુમાર સિદ્ધાર્થ મોટા થઈને ભગવાન બુદ્ધ બન્યા.

Grade – 4 Gujarati (Standard level) Homework (Cycle – 33) Date – 17/04/2019

Grade – 4 Gujarati (Standard level) Homework (Cycle – 33) Date – 17/04/2019

ઉદાહરણ અનુસાર નીચે આપેલી શબ્દોની જોડીનો પ્રયોગ કરીને વાક્ય બનાવો.

શબ્દો – આકાશ, પક્ષી
વાક્ય – હંસ નામનું સફેદ પક્ષી આકાશમાં ઊડી રહ્યું છે.

શબ્દો
1) નદી, માછલી
2) રસ્તો, વાહનો
3) ઝાડ, છાયો
4) પાણી, સદ્ઉપયોગ
5)ગ્રાહક, અધિકાર

Grade – 2 Gujarati (Standard level) Homework (Cycle – 33) Date – 17/04/2019

Grade – 2 Gujarati (Standard level) Homework (Cycle – 33) Date – 17/04/2019

નીચે આપેલી વાર્તા “આળસુ બ્રાહ્મણ” સાંભળો અને વાર્તામાં આવતા પાત્રો (Characters) માંથી કયું પાત્ર તમને ગમ્યું તેના વિશે તમારા માતા પિતા ને કહો.

Link :

https://www.youtube.com/watch?v=T4vUVhDVoX8

Grade – 3 Gujarati (Standard level) Homework (Cycle – 33) Date – 17/04/2019

Grade – 3 Gujarati (Standard level) Homework (Cycle – 33) Date – 17/04/2019

પતંગિયા પાઠ્ય પુસ્તકમાંથી નીચે આપેલા પેજ નંબર નું ગૃહકાર્ય પૂર્ણ કરો.

૧) પેજ નંબર ૬૫ (65) પર આપેલા “ઘર” સબંધિત પ્રશ્નો અને તેના જવાબનું વાંચન કરી “ઘ” નું લેખન કરો.
2) પેજ નંબર૬૬ (66) પર આપેલા “ઘ” વાળા શબ્દોનું વાંચન કરો અને રંગ કરો.
3)પેજ નંબર ૬૮ (68) પર આપેલા “ભ” વાળા શબ્દોનું વાંચન કરો અને “ભ” શબ્દનું લેખન કરો.

Grade – 5 Gujarati (Ab initio level) Homework (Cycle – 33) Date – 17/04/2019

Grade – 5 Gujarati (Ab initio level) Homework (Cycle – 33) Date – 17/04/2019

ગૃહકાર્ય ( गृहकार्य ) :

Compendium માં ગુજરાતી portfolio piece update કરવો. વર્ગમાં શીખવ્યા મુજબ comment લખવી / Audio comment આપવી.

(F.Aઅને homework select કરવું નહિ)

Compendium में गुजराती portfolio piece update करें | कक्षा में सिखाए अनुसार comment लिखें / audio comment दें |

(F.A और homework select न करें )

Compendium comment:
ગુજરાતી વર્ગમાં કરાવેલ કાર્ય ________ માં મેં ________ (LP / Attitude) ને દર્શાવી અને _____________ Skills/subskills ને પ્રદર્શિત કરી.

Grade – 4 Gujarati (Ab initio level) Homework (Cycle – 33) Date – 17/04/2019

Grade – 4 Gujarati (Ab initio level) Homework (Cycle – 33) Date – 17/04/2019

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલા શબ્દોની ઉદાહરણ મુજબ સંધિ જોડો. શબ્દો ગુજરાતી નોટબૂક માં લખવા.
नीचे दिए गए उदहारण अनुसार शब्दों की संधि जोड़ें | शब्द गुजराती की नोटबुक में लिखें |

ઉદાહરણ:
ત + ડ +ક +ઓ = તડકો

1) ક + ઔ+ શ +લ =
2) ર +ઉ +પ +ક =
3) સ +ઈ +ડ +ઈ =
4) પ+ચ +આ +સ =
5) ઢ + એ +લ =
6) ઝ +ઊ +મ =
7) ર +ઓ +ટ +લ +ઈ =
8) મ+આ +ત+ઋ =

Grade – 3 Gujarati (Ab initio level) Homework (Cycle – 33) Date – 17/04/2019

Grade – 3 Gujarati (Ab initio level) Homework (Cycle – 33) Date – 17/04/2019

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલી link પરથી video જોઇને બે અક્ષર વાળા શબ્દને વાંચો અને નીચે આપેલ ઉદાહરણ સમજીને પ્રશ્નોના જવાબ તમારી નોટબુક માં લખો.

नीचे दी गई Link से video देखकर 2 अक्षरवाले शब्द पढ़ें और नीचे दिए गए उदाहरन समझकर प्रश्नों के उत्तर नोटबुक में लिखें ।

Link: https://www.youtube.com/watch?v=L-eluRQDrZI

Ex. ક + મ + ળ = કમળ
       કા + ચ = કાચ


૧) હા + થ =
૨) ગા + ય =
૩) શા + ળા =
૪) ન + મ + ન =
૫) મા + ખ + ણ =
૬) દા + દા =
૭) સા + પ =
૮) રા + ત =

Grade – 2 Gujarati (Ab initio level) Homework (Cycle – 33) Date – 17/04/2019

Grade – 2 Gujarati (Ab initio level) Homework (Cycle – 33) Date – 17/04/2019

ગૃહકાર્ય ( गृहकार्य ) :

નીચે આપેલી link પરથી Video જુઓ. વર્ગમાં Reflection લેવામાં આવશે.
नीचे दी गई link से Video देखें | कक्षा में Reflection लिया जाएगा |

Video: “અજાણી વ્યક્તિ નો વિશ્વાસ ન કરવો”

Link: https://www.youtube.com/watch?v=NICWxxvIKlA

G-1 Hindi Highlights and Homework Cycle 33 (17-4-19)

G-1 Hindi Highlights and Homework Cycle 33 (17-4-19)

कक्षाकार्य :
-वर्णों और मात्राओं का पुनरावर्तन करवाया गया |

गृहकार्य :

नीचे दी गई link से ‘ए े’ और ‘ऐ ै’ की मात्रा का Video दिखाएँ और दिए गए शब्दों को दोहराएँ |

https://www.youtube.com/watch?v=SCTC5BBmuYM

https://www.youtube.com/watch?v=8bNJmbyco2M